Sunday, 12 September 2021

bechain berojgar

ઉગમણી નજરું મેં ટેકવીને રાખી,મારા કરમોનો સૂરજ કેદી ઉગશે હો જી રે!
પોથીના પાઠ મેતો ગોખી ગોખી રાખ્યા ,મારી રોઝીના કામ કેદી આવશે હો જી રે !
બાળપણમાં ગુરુજીએ જેટલા ભણાવ્યા એ દાખલામે ગણી ગણી નાખ્યા,
એ જ્ઞાન મારા પેટના ખાડા પૂરવાના કામ કેદી આવશે હો જી રે  !
ઉગમણી નજરું મે ટેકવીને રાખી,મારા કરમો નો સૂરજ કેદી ઉગશે હો જી રે !
                                                                                   S.H. Gadhavi

Saturday, 4 September 2021

*ગુરુ દિન મુબારક આજનો*

*ગુરુ દિન મુબારક આજનો*
હતો હું રઝળતો રેતમાં ,વિખરાયે લો અણું એ અણું,
આપે ઉઠાવી આપિયો આકાર મુજને આજનો.
નીજ જ્ઞાનના પરકાશને મસ્તિષ્કમાં અમ્ પાથર્યો,અજ્ઞાનના અંધકાર માં સૂરજ ઉગાડયો આજનો.
વર્ષો વિત્યા એ વાતને જોતા હતા નિત આપને, જો વદન એ દીઠે ફરી તો ધન્ય દિવસ આજનો. 
  વંદે સ્નેહલ દાન ગુરુજી પાય લાગી આપને ,હાથ મુજ પર રાખજો રહે વાયદો એ આજનો.

Wednesday, 11 November 2020

ahesas ansuoka

मेरी आँखोंको छूकर गुजरने वाली हवा कभीतो तुम्हारे गालोंसे टकराती होगी, 
तुम्हारी यादमें  बहाये हुए आँसुओ का एहसास  कभीतो कराती होगी. 

Thursday, 5 November 2020

નુતનવર્ષાભિનંદન

અભિનંદન અભિનંદન અભિનંદન,અભિનંદન,
આપ સહુને હેત ભરેલા નુતનવર્ષાભિનંદન.
      નવા વર્ષમાં હળી મળીને કરશું વિકાસના કામ,
      મોદીજીનું સ્વપ્ન સેવીએ નવભારત નિર્માણ,
      સાથે મળી ઉદ્દઘોષ કરીશું,જય જય જય જય                જયશ્રી રામ,આવો મળીને આપણે કરીએ ભારત            માનું   ઉજ્જવળ નામ.
      અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન ,               સૌ લોકોને પ્રેમ ભરેલા નૂતનવર્ષાભિનંદન.   .
સ્વચ્છતાને સ્થાપિત કરીએ,સ્વસ્થ રહીને આગળ વધીએ,ડર રાખીશું થોડોયના,સામાજિક અંતર રાખીને દૂર કરીશું કોરોના,                                                જાગૃત આપણે સહુને કરીશું તો પગ કાંપશે ચોરોના.
અભિનંદન,અભિનંદન,અભિનંદન,અભિનંદન,  ભારતવાસી સહુ જનોને નુતનવર્ષાભિનંદન.