तुम्हारी यादमें बहाये हुए आँसुओ का एहसास कभीतो कराती होगी.
Wednesday, 11 November 2020
Thursday, 5 November 2020
નુતનવર્ષાભિનંદન
અભિનંદન અભિનંદન અભિનંદન,અભિનંદન,
આપ સહુને હેત ભરેલા નુતનવર્ષાભિનંદન.
નવા વર્ષમાં હળી મળીને કરશું વિકાસના કામ,
મોદીજીનું સ્વપ્ન સેવીએ નવભારત નિર્માણ,
સાથે મળી ઉદ્દઘોષ કરીશું,જય જય જય જય જયશ્રી રામ,આવો મળીને આપણે કરીએ ભારત માનું ઉજ્જવળ નામ.
અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન , સૌ લોકોને પ્રેમ ભરેલા નૂતનવર્ષાભિનંદન. .
સ્વચ્છતાને સ્થાપિત કરીએ,સ્વસ્થ રહીને આગળ વધીએ,ડર રાખીશું થોડોયના,સામાજિક અંતર રાખીને દૂર કરીશું કોરોના, જાગૃત આપણે સહુને કરીશું તો પગ કાંપશે ચોરોના.
અભિનંદન,અભિનંદન,અભિનંદન,અભિનંદન, ભારતવાસી સહુ જનોને નુતનવર્ષાભિનંદન.
નૂતનવર્ષ
સોનેરી અશ્વો એ પર થઈને સવાર આવે છે,
સુરજ દાદા સહુની સારું સારુ સારુ લાવે છે.
અમાવસના અંધારામાં ગયા વરસના ગોઝારા સહુ વિસરી જાશો સ્પંદન ,
નવા વર્ષના મારા તમને ખૂબ હૃદયથી અભિનંદન.
દુઃખ જાશે, શુભ થાશે અફસોસ કરો તમે થોડોયના,નવા વરસમાં ભાગી જાશે કોરોના.
દિલ્લીમાં મોદીજી વ્હાલા અયોધ્યા રઘુનંદન,
Tuesday, 3 November 2020
શોધું છું તારામાં
શોધું છું હું તારામાં કે પામી શું તું મારામાં
છે નહીં કોઈ હુન્નર કે હું નથી ગણાતો સારામાં
કર્યો પસંદ તે ચંદ્ર બીજનો ,ના જોયું કંઈ તારામાં?
કહી દે,કહી દે ,કહી દે મુજને ,શુ જોયું તે મારામાં .
તારી આંખોની શીતળતા,તારા ચહેરાની શાલીનતા,મારા માટે તું જે કરે છે એ વાતોની કોમળતા,
ક્યાંય ના જોયી મેં મારી ખાતર તારા જેવી આતુરતા,
પામી છું હું સઘળી દુનિયા તારા માં બસ તારામાં,
શોધે છે શું રહેવા દે કંઈ નહીં મળે તને મારામાં,
મારાતો શ્વાસોમાં તું છે હું વસી છું તારામાં,તારામાં બસ તારામાં.
Subscribe to:
Posts (Atom)