*ગુરુ દિન મુબારક આજનો*
હતો હું રઝળતો રેતમાં ,વિખરાયે લો અણું એ અણું,
આપે ઉઠાવી આપિયો આકાર મુજને આજનો.
નીજ જ્ઞાનના પરકાશને મસ્તિષ્કમાં અમ્ પાથર્યો,અજ્ઞાનના અંધકાર માં સૂરજ ઉગાડયો આજનો.
વર્ષો વિત્યા એ વાતને જોતા હતા નિત આપને, જો વદન એ દીઠે ફરી તો ધન્ય દિવસ આજનો.
વંદે સ્નેહલ દાન ગુરુજી પાય લાગી આપને ,હાથ મુજ પર રાખજો રહે વાયદો એ આજનો.