Sunday, 12 September 2021

bechain berojgar

ઉગમણી નજરું મેં ટેકવીને રાખી,મારા કરમોનો સૂરજ કેદી ઉગશે હો જી રે!
પોથીના પાઠ મેતો ગોખી ગોખી રાખ્યા ,મારી રોઝીના કામ કેદી આવશે હો જી રે !
બાળપણમાં ગુરુજીએ જેટલા ભણાવ્યા એ દાખલામે ગણી ગણી નાખ્યા,
એ જ્ઞાન મારા પેટના ખાડા પૂરવાના કામ કેદી આવશે હો જી રે  !
ઉગમણી નજરું મે ટેકવીને રાખી,મારા કરમો નો સૂરજ કેદી ઉગશે હો જી રે !
                                                                                   S.H. Gadhavi

1 comment: