Tuesday, 3 November 2020

શોધું છું તારામાં

શોધું છું હું તારામાં કે પામી શું તું મારામાં
છે નહીં કોઈ હુન્નર કે હું નથી ગણાતો સારામાં
કર્યો પસંદ તે ચંદ્ર બીજનો ,ના જોયું કંઈ તારામાં?
 કહી દે,કહી દે ,કહી દે મુજને ,શુ જોયું તે મારામાં   .
               તારી આંખોની શીતળતા,તારા ચહેરાની શાલીનતા,મારા માટે તું જે કરે છે એ વાતોની કોમળતા,
ક્યાંય ના જોયી મેં મારી ખાતર તારા જેવી આતુરતા,
પામી છું હું સઘળી દુનિયા તારા માં બસ તારામાં,
           શોધે છે શું રહેવા દે કંઈ નહીં મળે તને મારામાં,
 મારાતો શ્વાસોમાં તું છે હું વસી છું તારામાં,તારામાં બસ તારામાં.

1 comment: