મારી જાગતી આંખોની ઊંઘ ઊડે નહીં તો સારું .
મારા રસોડામાં ગેસની સગડી પર રાંધવાની મજા આવતી તી હો.મને ખૂબ જલદી તેની આદત પડી ગઈ તી.બાટલો ખાલી થઈ ગયો છે.ફરી ચૂલા પર રાંધુ છું
રીફીલ ભરાવાના રૂપિયા નથી ને,તું ભરાવી દઈશ એ વિશ્વાસ તૂટે નહીં તો સારું.
મારા ઘરવાળા એ તારી પેલી સ્કીલ ઈન્ડિયાની તાલીમ લીધી છે.એણે હજાર પણ લાવ્યા છે.ઉછીના પૈસા લઈને.
ખૂબ સારું કામ આવડે છે હો.પણ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બરોબર કામ મળતું નથી.બજારમાં પહેલાં જેટલું કામ જ નથી ને.મારા ઘરવાળા ની કળા અને ઓજારો કટાઈ ન જાય તો સારું.
પેલો ભાલ રૂપિયા વાળો વીમો લીધેલો છે.મારા નામનો.કહે છે કે મર્યા પછી બે લાખ રૂપિયા મળે છે.મારા બંટીની અભ્યાસ ની ફી ભરવાની થશે ને.વ્યવસ્થા તો કરવી જ પડશે.મારા ગયા પછી વીમા કંપની દગો ન કરે તો સારું.
તારું દેખાયેલું એક એક સપનું આજે ય યાદ છે મને.
મારી આંખોના બંધ થતાં પહેલા પૂરું થાય તો સારું.
No comments:
Post a Comment